પાલીતાણા નગર પાલિકા ભાજપ અને તંત્રના અધિકારીઓમાં જો નૈતિકતા શરમનો છાંટો હોય તો મોઢુ પણ ન દેખાડી શકે તેવું ભુંડેહાલ પરિણામ સ્વચ્છતા સર્વક્ષણ ૨૦૧૮ના રેન્કીંગમાં આવ્યુ છે. યાત્રાધામ પાલીતાણાને ૨૪ કલાક સફાઈ કરવામાં આવશે તેવુ ભાજપના રાજકીય નેતાના ગુલબાંગો વચ્ચે શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં ધોબી પછડાટ મળી છે.
દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોનો સર્વે દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે આ વખતે જ્યારે સર્વ શરૂ થયો હતો એ પહેલા નગરપાલિકાનાં શાસકો અને નગરપાલિકાના ચીફ ઓફીસર સહિતનાં અધિકારીઓ એવી મો ફાટ ગુલબાંગ ઝિકતા હતા કે પાલીતાણાને સારા ક્રમાંક લાવીયું પરતુ માત્ર કાગળ પરના આયોજનમાં જ વધુ માનતી નગરપાલીકાને સમગ્ર દેશ સમક્ષ નીચે જોણુ થાય તેવુ પરીણામ આવ્યુ છે.
સ્વચ્છ સર્વક્ષણમાં ૪૦૦૦ માર્કસમાંથી ૧૬૮૫ માર્કસ જ મળ્યા છે કઈ કેટેગરીમાં કેટલા માર્કસ મળ્યા અને ક્યાં માર્કસ કપાયા ? તેની વિગત કેન્દ્ર સરકાર હવે પછી જાહેર કરશે ટોપટેનમાં ગુજરાતનું એકપણ શહેર આવેલ નથી.
પાલીતાણા સ્વચ્છતામાં ૬૫૫માં ક્રમાંકે ધકેલવા પાછળ નગરપાલિકાની અનેક નિષ્ફળતા જવાબદાર છે. સૌથી મોટુ પરીબળ શહેરમાંથી નીકળતા કચરાને વૈજ્ઞાનિક ઢબે નિગાલની પાંગળી વ્યવસ્થા જાહેરમાં શોચક્રિયા, પ્લાસ્ટિકનું પ્રદુષણ, વોકળામાં ગંદકી, બારેમાસ ગોબરી ગંધાતી અને કચરાથી ભરપુર ખારો નદી ડોર ટુ ડોર કચરો ઉપાડવાના વાહન અનિયમિત સહિતના પરીબળો પણ નડી ગયા.
કુલ ૪૦૦૦ માર્કસમાંથી પાલીતાણાને ૧૬૮૫ માર્કસ મળ્યા જેમા (૧) સર્વિસ લેવલ પ્રોગેસ ગત વર્ષે મુકેલાં પ્રોજેકટમાં કેટલુ કામ થયુ ૧૪૦૦ માર્કસ હતા (૨) ડાયરેકટ ઓબઝર્વેશન (પાલીતાણા આવેલી કેન્દ્રની ટીમે કરેલું મુલ્યાંકન ૧૨૦૦ માર્કસ (૩) સિટીઝન ફીડબેંક એન્ડ સ્વચ્છતા એપ્લીકેશન (કેન્દ્રની ટીમને પાલિતાણાની મુલાકાત દરમિયાન પ્રજા પાસેથી મળેલ અભિપ્રાય અને સ્વચ્છતા એપ્લીકેશનમાં થયેલું કામ ૧૪૦૦ માર્કસ આપ્યું કુલ ૪૦૦૦ માર્કસમાંથી ગણતરી કરાઈ હતી.
આ બદાની વચ્ચે તંત્રનો લૂલો બચાવ એમ છે કે ભાવનગર જીલ્લામાં પાલિતાણા નગરપાલિકાને ભલે ૬૫૫માં ક્રમાંક પ્રાપ્ત થયો હોય પરંતુ પાલિતાણા ન.પા.ભાવનગર જીલ્લામાં પ્રથમ છીએ.