સમગ્ર ગુજરાત પાટીદાર સમાજ અનામત આંદોલનનું એપિસેન્ટર એટલે સિહોર તાલુકો પાટિદાર અનામંત આંદોલન દરમિયાન મુખ્ય ભાગ ભજવનાર સિહોર તાલુકા પાટીદાર સમાજ આજે ફરી એકઠો થઈને હાર્દિકને તાકીદે મુક્ત કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સિહોર તાલુકા અને શહેર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મામલતદાર ને એક આવેદન પત્ર પાઠવવા માં આવેલ હતું.જેમાં જણાવવા માં આવેલ છે કે,તાજેતરમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા ની રાજકીય ઇશારે પોલીસ દ્વારા ખોટા કેસ કરી કરાયેલ ધરપકડ તેમજ આંદોલન તોડી પાડવા માટે થતા ખોટા કેસ તેમજ સરકાર ની મનમાની નીતિના વિરોધમાં પાસ અને પટેલના હજારો કાર્યકરો ની લાગણી દુભાયેલ છે.ગાંધી ચિંધ્યા માર્ગે સમાજના હક્ક માટે લડતા યુવાનો ને ગોળીઓ મારવી, જેલમાં મારી નાખવા રાજ્ય બહાર હદપાર કરવા, તડીપાર કરવા તેમજ ખોટા કેસો કરી એક સમાજને દબાવવા નું ષડ્યંત્ર બંધ કરવા બાબતે આવેદન પત્ર પાઠવવા માં આવેલ અને તાકીદે મુક્ત કરવાની માંગ કરી છે જેમાં નરેશ ડાખરા, કિરીટભાઈ ટાણા, નીતિનભાઈ પટેલ, હાર્દિક દોમડીયા, કેશુભગત સહિત આગેવાન અગ્રણીઓ જોડાયા હતા.