ઘોઘા તાલુકાના કણકોટ ગામના યુવાનને ભીકડાની સીમ વિસ્તારમાં લઈ જઈ ઢોર માર મારી હત્યા નિપજાવનાર બે શખ્સોને ઘોઘા પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ કોર્ટમાં રજુ કરી બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ઘોઘાના કણકોટ ગામે રહેતા ગુલબાનુબેન અનવરભાઈ મવિરએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્ર શબ્બીરને ભીકડા ગામે છાપરા વિસ્તારમાં રહેતા વિશાળ ઝાલાભાઈ રબારી અને રજ્જુ રામભાઈ રબારી બે દિવસ પૂર્વે ભીકડા ગામની સીમમાં બપોરના સુમારે બોલાવી ઢોરમાર મારતા શબ્બીરને ઈજાગ્રસ્ત હાલતે પ્રથમ વરતેજ અને વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાતા ત્યાં શબ્બીરનું મોત નિપજવા પામ્યું હતું.
બનાવ અંગે પોલીસે ઉપરોક્ત બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરતા આજરોજ કોર્ટમાં રજુ કરી બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિશાલ રબારી અને રજ્જુ રબારીને ઘોઘા પોલીેસે ઝડપી લઈ પૂછપરછ કરતા બહેનની છેડતી કર્યાની શંકા રાખી માર માર્યાની બન્નેએ કબુલાત આપી હતી.