શ્રી સહજાનંદ આર્ટસ કોલેજમાં દામનગર પોલીસ દ્વારા અનેક ોલેજના સયુંકત .પક્રમે ડ્રગ્સનો દુરઉપયોગ અને ડ્રગ્સની હેરફેર વિષય પર દામનગર પી.એસ.આઈ. મોરીની અધ્યક્ષતામાં સ્કુલ અંગે કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઉપરાંત નશીલા પદાર્થોની વિસ્તૃત સમજ અને તેના ઉપયોગ અને હેરફેરથી કાયદા દ્વારા સજાની જોગવાઈ તથા તેનાથી કેવી રીતે બચવું વગેરેની સમજ પી.એસ.આઈ. મોરી તથા કોલેજના આચાર્ય કોલડીયા આપી હતી. કાર્યક્રમની આભારવિધી હાઈસ્કુલના આચાર્ય ડોબરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.એચ.વ્યાસ કર્યુ હતું.