ઘોઘા કે.વ. શાળામાં તારીખ ર૭-૬-ર૦૧૮ના દિવસે એક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૯ માસના બાળકથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવવા સમજાવવામાં આવ્યું. આવા રોગોને અંધશ્રધ્ધા ન ગણતા યોગ્ય સમયે યોગ્ય સારવાર અપાવવી જોઈએ જેથી આવનારી પેઢી વધારે સુરક્ષિત અને સ્વસ્થ રહે. આવી માહિતી આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ તથા શાળાના આચાર્યઓ આવી આ મિટીંગમાં ઘોઘા ગામના સરપંચ, શાળાના આચાર્ય તથા શિક્ષકો, સીઆરસી તેમજ ગામના ર૦૦ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.