સિહોર શહેરમાં આજરોજ એક ખુટીયા પર કોઈ નરાધમે એસીડ ફેંકી ગંભીર ઈજાઓ કરતા ગૌભકતોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ સિહોર ખાતે કોઈ નરાધમો ખુટીયા પર એસીડ અથવા કોઈ જલદ પદાર્થ ફેંકી ગંભીર ઈજાઓ કરી પુંછડાને કાપી નાખી છોડી મુકેલ આ ઘટના બનતાં ગૌભકતોમાં ભારે રોષ ફેલાયો છે અને આ માનનવીય કૃત્ય કરનાર નરાધમને ઝડપી લેવા ઉગ્ર માંગ કરાઈ છે. અવાર-નવાર બનતા મુંગા પશુ પર એસીડ એટેકથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.