રથયાત્રા સંદર્ભે ભરતનગર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

1342

ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં શાંતી સમીતી ની બેઠક ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી એલ માલની અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મનીષ ઠાકર તથા ધોધારોડ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.ઈસરાણી, ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી આઇ જે.એમ. ચાવડા, ભરતનગર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. રંગપડીયા, પી.એસ.આઇ. ઝાલા, પી એસ.આઇ ખેરડીયા, નગરસેવકો-નગરસેવીકા તથા મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ તેમજ પદઅધિકારીઓ-અધીકારીઓ તેમજ અધેવાડા ગામનાં અગ્રણીઓ, નવયુવાનો, સમાજ સેવકો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલ આ બેઠકનો હેતું ૩૩ – મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શાંતી સમીતીની બેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ ખાસ આ રથયાત્રા શાંતીમય તેમજ ભગવાન જગન્નાથજી આપનાં વિસ્તારમાં દર્શન આપવાં આવે તે સમયે કોઇ દર્શનાર્થીઓએ ખોટી ગીરદી તેમજ ધક્કામુક્કી નહી કરવા અનુરોધ કરવામાં આવેલ તેમજ જગન્નાથજી રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં યોજાય. કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેમજ એકબીજા ભાઇચારા ઓની ભાવના રાખી શાંતી મય માહોલમાં પુર્ણ થાય તે વિશે એસ.પી.પ્રવીનસિંહ માલ સાહેબે પ્રવચન આપેલ આ બેઠકમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleજસપરા નજીકથી જામગરી બંધુક સાથે ડફેર ઝડપાયો
Next articleવડસાવિત્રી વ્રતનું પુજન