જાફરાબાદના ભાંકોદર – વારાહ સ્વરૂપ ગામ વચ્ચે આવેલ વર્ષો જુના ભીમપગલા હનુમાનજી મંદિરને થોડા સમય પુર્વે કોઈ વિઘ્ન સંતોષી ભૂ માફીયાઓએ ધ્વંસ કર્યુ હતું. જેને પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ પુનઃ બંધાવી લોક આસ્થા અકંબધ રાખી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામ પાસે સેંકડો વર્ષ જુનુ ભીમ પગલા હનુમાનજી મંદીર આવેલું છે.
થોડા સમય પુર્વે કેટલાક ભૂ માફીયાઓએ કરોડો રૂપીયાની જમીન મેળવવા આ મંદિર તોડી પાડ્યું હતું. જેને લઈને શ્રધ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આવી સ્થિતિને લઈને પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ આ પૌરાણિક મંદિરને ફરિ બંધાવી આપવાની હૈયાધારણા આપી હતી.
ત્યારબાદ સમય જતા પુર્વ ધારાસભ્ય્ સોલંકીએ લોકોને આપેલ વચનપાળી બતાવ્યુ અને આ ઐતિહાસિક મંદિરને ફરિ બંધાવી આપતા લોકોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે.