ભાવનગર તા. ર૭
વલભીપુરના એક જાગૃત નાગરિકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કુલપતિને પત્ર પાઠવી એવા પ્રકારે માંગ કરી છે. સમગ્ર સૌરાષ્ટ્રપંથકમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન યુનિ.ઓમાં જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તે યુજીસીના નિયમ મુજબ ચાલી રહી છે. આથી ભાવનગરની એમ.કે. યુનિ. સહિત તમામ યુનિ.ઓમાં એલએલબીના પ્રવેશમાં એસઈબીએસ કેટેગરીની અમલવારી ફરજીયાત કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે.