ગાંધીનગર ભાજપ દ્વારા કોંગ્રેસના સૈફુદીન સોજના ઉચ્ચારણોનો વિરોધ

2067

ગાંધીનગર ભાજપ દ્વારા આજે સેકટર – ર૧, કમલમ્‌ ખાતે સરદાર પટેલ વિરૂધ્ધ કોંગ્રેસના સૈફુદીન સોજ દ્વારા કરાયેલા ઉચ્ચારણોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સૈફુદીનના પુતળાને કાળી સહીથી રંગીને વિરોધ કરવામાં આવ્યો હતો.

સાથે સાથે બેનરો પ્રદશિત કરી સરદાર પટેલના અપમાનને સહન નહી કરવામાં આવે તેમજ સૈફુદીન શરમ કરો ભારત વિરોધી કોંગ્રેસ જેવા બેનરો પ્રદર્શિત કરી મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ જિલ્લા પ્રમુખ નૈલેશ શાહ તથા શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ (દાસ) સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

Previous articleચિલોડા પાસે ઈગલ ટ્રાવેલ્સની લકઝરી માંથી વિદેશી દારૂ પકડાયો
Next articleભગવાન જગન્નાથની જળયાત્રામાં  નીતિન પટેલે ગંગાપૂજન વિધી કરી