એક તરફ દારૃબંધીના બણગા ફૂંકાઇ છે ત્યારે બીજી તરફ બુટલેગરોને દારૂ વેચવાનો છૂટો દોર મળ્યો હોય તે રીતે સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં દેશી-વિદેશી દારૂની ઠેર – ઠેર રેલમછેલ જોવા મળી રહી છે ત્યારે આંખ આડા કાન કરતી પોલીસ સામે જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. સિહોર શહેરના અનેક વિસ્તારોમાં દેશી વિલાયતી દારૂના ખુલ્લે આમ હાટડાઓ શરૂ છે ઠેર-ઠેર ખાલી દારૂના બાટલાઓ જોવા મળે છે શહેરની સાથે ગ્રામ્યના પણ અનેક સ્થળોએ ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂના હાટડા ચલાવાય છે અને આવા ધંધાર્થીઓ તરફથી ચોવિસ કલાકમાં જ્યારે માંગો ત્યારે હોમ ડિલેવરી કરવામાં આવે છે. સિહોર શહેરમાં જાણે પોલીસ અજાણ હોય તેવુ માત્ર નાટક જ કરી રહી છે. છડેચોક આ રીતે બુટલેગરો ધંધો કરતા હોય અને આમજનતાને પણ ખબર હોય ત્યારે પોલીસને શું નો ખબર હોય કે પછી પોલીસની રહેમ દ્રષ્ટિથી જ આવા ગોરખધંધા ચાલે છે તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે હાલ સિહોર શહેરમાં તથા ગામડાઓમાં એટલુબધુ દારૂનું દુષણ વધી ગયુ છે હાલ બુટલેગરોને જાણે મોકળુ મેદાન મળી ગયુ હોય અને કાયદો અને વ્યવસ્થા જ નો હોય તેવુ બુટલેગરો માનીને બેફામ ધંધો કરી રહ્યા હોવાથી સિહોર શહેરની સીતેર હજારની વસ્તીની તથા આવા ગ્રામ્યની વસ્તીની કોઇ સલામતી જ નો રહી હોય ભાવનગર જિલ્લાનું મોટામાં મોટુ ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂનું એ.પી. સેન્ટર હોય તો પોલીસને સબ સલામતી જ હોય તેવુ માનીને આંખ આડા કાન કરીને બેસી રહેતા સિહોર શહેરની આમજનતાઓમાં વ્યાપક અસંતોષ ઉભો થવા પામ્યો છે ત્યારે સિહોર પોલીસ પોતાની ઘેરી નીંદરમાંથી જાગીને અથવા પોતાની આળસ મરડીને આવા ધંધાર્થીઓ સામે કડક પગલા લેશે ખરા કે પછી રામ રાજ્ય અને પ્રજા દુઃખી જેવી જ રીતી નીતિ અપનાવામાં જ આવશે તેવો પણ પ્રશ્ન જાગૃત જનતાઓમાં ઉઠવા પામ્યો છે.