ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા જ્ઞાતિની વાડીઓને ડસ્ટબીનનું વિતરણ કરાયું

1225
bvn1032017-7.jpg

ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ સરકારી ગ્રાન્ટમાંથી વિવિધ જ્ઞાતિની વાડીઓને ડસ્ટબિનનું વિતરણ કર્યુ હતું.રાષ્ટ્રીય સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સમગ્ર દેશમાં જાહેર સાફસફાઈ અંગે સરકાર લોકોને જાગૃત કરી આ મહામિશનમાં જોડાવા હાંકલ કરી રહી છે ત્યારે સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિત મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય તથા સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા સરકારી ગ્રાન્ટ થકી મેળવાયેલ ડસ્ટબિનનું શહેરની વિવિધ જ્ઞાતિઓની વાડીને વિતરણ કરવામાં આવ્યું હતું. કે.આર. દોશી સ્કુલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૭પ૦ જેટલા ડસ્ટબીન જ્ઞાતિના પ્રમુખો-હોદ્દેદારોને આપી સ્વચ્છ ભારત મિશન તળે સંમેલીત થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકિય અગ્રણીઓ જાગૃત નાગરિકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં નવરાત્રિની ઉજવણી
Next article ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો