બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં છેલ્લા બે પાંચ દિવસથી વરસાદી વાતાવરણ ઉભુ થતા રાણપુર તાલુકાના ખેડુતોએ કોરી જમીનમાં કપાસ ના બિયારણનુ વાવેતર કરી દીધુ છે અને કપાસ ના કોટા પણ ફુટી ગયા છે ખેડુતોની માન્યતા છે કે વરસાદ વરસે તેને બે ચાર દિવસ પહેલા કોરી જમીનમાં કપાસ તથા અન્ય વાવેતર કર્યા બાદ તેના ઉપર વરસાદ વરસે તો પાક ખુબજ સારો થાય છે પરંતુ વાવણી અગાઉ ખેડુતોએ કોરી જમીનમાં વાવેતર કર્યા બાદ બે ચાર દિવસમાં જ વાવણી લાયક વરસાદ વરસે તેવુ વાતાવરણ બંધાયુ હતુ પરંતુ અચાનક જ સીસ્ટમ ઉડી જતા હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને કોરી જમીનમાં વાવેતર કર્યા ઉપર થોડા ઘણા છાંટા પડેતો તે નુકશાન કારક હોવાનુ ખેડુતોએ જણાવ્યુ હતુ પરંતુ વાવણી લાયક વરસાદ સતત ખેંચાઈ રહ્યો છે જેથી કોરી જમીનમાં વાવેતર કરનારા ખેડુતોના માથે ચિંતા ના વાદળો ઘેરાઈ ગયા છે વળી રાણપુર તાલુકાના ગામડાઓ માથી પસાર થતી નર્મદા પાણીની કેનાલ પણ હાલ બંધ છે જેથી જો બે ત્રણ દિવસમાં વરસાદ નો આવે તો રાણપુર તાલુકાના ખેડુતોએ કરેલા કપાસ અને અન્ય વાવેતર ફેલ જવાની શક્યતા છે અને હાલતો ખેડુતોને બિયારણ ફેલ જશે અને બીજીવાર બિયારણનો ખર્ચ કરવો પડે તેવી પરિસ્થિતી ઉભી થઈ છે.