એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી ૬ દિવસીય ઈઝરાયેલના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપમાં ભડકાના એંધાણ સર્જાયા છે. મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસથી ભાજપના ધારાસભ્યો નારાજ છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ત્રણ ધારાસભ્યો ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈમાનદાર પક્ષથી નારાજ છે.
આ ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત રીતે વડોદરા સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. જે બાદ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને મંત્રીઓ ધારાસભ્યોનું માન નથી. તેમજ સંગઠન અને સરકારમાં કોઈ તેમને સાંભળતું નથી. આ પ્રકારે નેતાઓની નારાજગીથી ક્યાંકને ક્યાંક ભાજપને ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ બગાવતના બ્યુગલ ફુંકાયા છે. વડોદરામાં ભાજપના ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી છે. ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને મંત્રીઓ તેમનું સાંભડતા નથી. સંગઠન અને સરકારમાં કોઈ તેમનું સાંભડતું નતી.
આ બેઠક બાદ ત્રણેય ધારાસભ્યો હાઈકમાન્ડની રજૂઆતનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ત્રણેય ધારાસભ્યોએ અધિકારીઓ અને મંત્રીઓની અવગણનાને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.. મધુ શ્રિ વાસ્તવ, કેતન ઈમાનદાર, યોગેશ નારાજ થયા છે. તો અગાઉ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી પણ પોતાની નારાજગી સરકાર સમક્ષ વ્યકત કરી હતી.
કામ નહીં કરતા અધિકારીઓ સામે કાર્યવાહી થશે : નીતિન પટેલ
કોંગ્રેસના નેતાઓની નારાજગીનો પવન હવે ભાજપમાં ફૂંકાયો હોય તેમ બુધવારે ભાજપના ત્રણ ધારાસભ્યોએ વડોદરા ખાતે સક્રિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી હતી. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષથી નહીં પરંતુ અધિકારીઓથી નારાજ છે. આ મામલે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ધારાસભ્યો લોકોના પ્રતિનિધિ છે. અમે ત્રણેય નારાજ ધારાસભ્યોની વાત સાંભળી છે. તેઓ પક્ષથી નહીં પરંતુ અધિકારીઓની વર્તણૂંકથી નારાજ છે. આ ત્રણેય ધારાસભ્યોને શુક્રવારે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે, તેમજ ધારાસભ્યોનું કામ નહીં કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.” વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, વડોદરાની માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય રહેલા તેમજ ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે નારાજગી વ્યક્ત કરીને વડોદરાના સક્રિટ હાઉસ ખાતે બેઠક કરી હતી.