રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે આજે ભાવનગર શહેરમાં તેમના શ્રધ્ધાજંલિ આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વિવિવધ રાજકિય પક્ષોના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓ અને નગરજનો દ્વારા ક્રેસન્ટ સર્કલમાં આવેલ પૂ. બાપુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરાઈ હતી. આઈ.એમ.એ. એસો. દ્વારા માનવ સાંકળ રચી શ્રધ્ધાજંલિ અપાઈ જયારે ગાંધી સ્મૃતિ ખાતે સર્વધર્મ પ્રાર્થના કરાઈ હતી અને ભાજપ દ્વારા સમુહમાં ખાદીની ખરીદી કરવામાં આવી હતી. જયારે બાપુને પ્રિય એવા રેટીયોનું સામુહ કાંતણ કરવામાં આવેલ. તસ્વીર : મનીષ ડાભી