ઘોઘા તાબેના અવાણીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ ઈસમોને ઘોઘા પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધો હતાં.
ઘોઘા પોલીસ સ્ટેશનના હે.કો. એમ.જે.રાઠોડ, પો.કો. હરેશભાઈ ચોહાણ, અજીતસિંહ મોરી, કૃષ્ણરાજસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ હરકટ, ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેનાં પો.કો. હરેશભાઈ ચૌહાણને બાતમી રાહે હકિકત મળેલ કે ઘોઘા તાલુકાના અવાણિયા ગામે ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તીનો હરાજીતનો જુગાર રમી રમાડતાં હોય તેવી હકિકત મળતાં તુરંત જ હક્કિત વાળી જગ્યાએ જુગાર અંગે રેડ કરતાં કુલ પાંચ માણસો વિનોદ મકાભાઈ પટેલિયા, હનભાઈ હકાભાઈ પટેલિયા, હેમુભાઈ ખાટાભાઈ પટેલિયા, અમથુભાઈ સુખાભાઈ પટેલિયા, હેમરાજસિંહ હરદેવસિંહ ગોહિલ રહે તમામ અવાણિયા વાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનો કેટ નંગ૧ તથા રોકડ રૂપિયા ૪પ૧૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઈસમો વિરૂધ્ધ જ ુગારધારા કલમ મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનના પો.કો. મહેન્દ્રભાઈ હરકટ ગુન્હો નોંધાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.