GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

1102

યુવા પ્રાંત અધિકારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટિરિયલ્સ

૧ યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી?

– ૧૯૭૧

૨ આ ખાતાના સમગ્ર દેખરેખ કોણ રાખે છે?

– કમિશનર

૩ યુવક પ્રવૃતિઓની દેખરેખ કોણ રાખે છે?

– યુવક બોર્ડ અધિકારી

૪ સાંસ્કૃતિક પ્રવૃતિઓની દેખરેખ કોણ રાખે છે?

– ખાસ ફરજ પરના અધિકારી

૫ રમત ગમત પ્રવૃતિઓની દેખરેખ કોણ રાખે છે?

– સચિવ , રાજ્ય રમત ગમત પરિષદ

૬ ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ અનુસૂચિત જનજાતિ માટે શરૂઆત ક્યારે થઇ?

– ૨૦૦૮ – ૨૦૦૯

૭ ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સ અનુસૂચિત જાતિ માટે શરૂઆત ક્યારે થઇ?

– ૨૦૧૦ – ૧૧

૮  ખડક ચઢાણ બેઝીક તાલીમ શિબિર કેટલા દિવસની હોય છે?

– ૧૦ દિવસ

૯ અનુસૂચિત જાતિના યુવક યુવતી માટે વ્યક્તિગત તાલીમ શિબિર કેટલા દિવસની યોજાય છે?

– ૭ દિવસ

૧૦ ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્સનો ખર્ચ કોણ ભોગવે છે?

– સરકાર

૧૧ અનુસૂચિત જાતિના યુવક યુવતી માટે વ્યક્તિગત તાલીમ શિબિર દરેક જિલ્લામાં ક્યારથી યોજાય છે?

– ૨૦૧૧ – ૧૨ થી

૧૨ આદિ જાતિના યુવક યુવતીઓ માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સ ક્યા યોજાય છે?

– જૂનાગઢ / માઉન્ટ આબુ

૧૩ આદિ જાતિના યુવક યુવતીઓ માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્સ કેટલા દિવસ યોજાય છે?

– સાત દિવસ

૧૪ અનુસૂચિત જનજાતિની વધુ વસ્તી ધરાવતા જિલ્લા કેટલા છે?

– ૧૨ જિલ્લા

૧૫ યોગાસન શિબિર જિલ્લા કક્ષાએ ક્યારથી આયોજન કરવામાં આવે છે?

– ૧૯૯૦ – ૯૧ થી

૧૬ જિલ્લા કક્ષાની યોગાસન શિબિરમાં કેટલા યુવકોને તાલીમ આપવામાં આવે છે?

– ૨૫ યુવકોને

૧૭ નર્મદા શ્રમ સેવા શિબિર કેટલા દિવસ માટે યોજાય છે?

– સાત દિવસ માટે

૧૮ નર્મદા શ્રમ સેવા શિબિરનો ખર્ચ કોણ ભોગવે છે?

– રાજ્ય સરકાર

૧૯ ગુજરાત સરકાર દ્વારા દર કેટલા વર્ષે આંતર રાજ્ય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે?

– દર વર્ષે બે વાર

૨૦ રાજ્ય કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં કેટલી આઇટમ રાખવામાં આઅવે છે?

– ૫૦

૨૧ રાજ્ય યુવા ઉત્સવ સ્પર્ધાનનું આયોજન – સંચાલનનો ખર્ચ કોણ ભોગવે છે?

– રાજ્ય સરકાર

૨૨ રાજ્યના આશાસ્પદ તરવૈયાઓને તાલીમ ક્યા આપવામાં આવે છે?

– અરબી સમુદ્રમાં

૨૩ સમુદ્ર તરણ શિબિર માટે કેટલા તરવૈયાને પસંદ કરવામાં આવે છે?

– ૩૦

૨૪ સમુદ્ર તરણ શિબિર ક્યારે યોજાય છે?

– દર વર્ષે

૨૫ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ક્યારથી યોજાય છે?

– ૧૯૯૦ – ૯૧થી

૨૬ વન વિસ્તાર પરિભ્રમણમાં કેટલા યુવક યુવતીની પસંદગી કરવામાં આવે છે?

– ૧૦૦

૨૭ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ કેટલા દિવસનો હોય છે?

– દસ દિવસનો

૨૮ બાળકો માટે એડવેન્ચર કોર્સનું આયોજન ક્યારથી કરવામાં આવે છે?

– ૨૦૧૦ – ૧૧થી

૨૯ બાળકો માટેના એડવેન્ચર કોર્સમાં કેટલા વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે?

– ૮ થી ૧૩

૩૦ બાળકો માટેનો એડવેન્ચર કોર્સનું વર્ષમાં કેટલી વાર આયોજન કરવામાં આવે છે?

– ત્રણ વાર

૩૧ સાગરખેડૂ સાયકલ રેલીનો કઈ યોજનામાં સમાવેશ થાય છે?

– સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના

૩૨ સાગરખેડૂ સાયકલ રેલી ક્યારથી યોજાય છે?

– ૨૦૧૦ – ૧૧ થી

૩૩ સાગરખેડૂ સાયકલ રેલી શા માટે યોજાય છે?

– યુવાનોની શક્તિને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા

૩૪ સાગરખેડૂ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવે?

– રાજ્ય સરકાર

૩૫ આદિ જાતિના યુવક – યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ કેટલા દિવસનો હોય છે?

– દસ દિવસ

Previous articleભાવનગરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનો લોકાપર્ણ
Next articleચિલોડા પાસે ઈગલ ટ્રાવેલ્સની લકઝરી માંથી વિદેશી દારૂ પકડાયો