બળાત્કારના કેસમાં એડિ. DCPને તપાસ સોંપી

1371

 

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં મહિલા ક્રાઇમબ્રાંચના એડિશનલ ડીસીપી પન્ના મોમૈયાને આખરે તપાસ સોંપવામાં આવી છે. જેને પગલે એડિશનલ ડીસીપી દ્વારા પીડિતા યુવતીનું વધારાનું નિવેદન લઇ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી, પોલીસે માનવતાને શર્મસાર કરતાં આ કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. કેસની તપાસમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, યુવતી પણ દુષ્કર્મ અને અમાનવીય અત્યાચાર બીજુ કોઇ નહી પરંતુ તેના મિત્રો જ હતા, યુવતીએ આરોપી સાથે કરેલા ચેટીંગ દરમ્યાન આ વાતના પુરાવા સામે આવ્યા હતા, તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ આરંભી છે. વૃષભ મારી નામનો યુવક પીડિતા યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને તેણે ઘટના બાદ વૃષભ નામના યુવકે સોશિયલ મીડિયામાં ફોટા મોકલીને પ૦ હજારની માગ કરી હતી. પોલીસે પીડિતા અને આરોપી વચ્ચે થયેલા ચેટીંગની વાતચીતના આધારે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે આ પ્રકરણાં વૃષભ મારૂ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસ આરંભાઇ છે. આ અંગે મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં રહેતી એક યુવતી માર્ચ મહિનામાં નહેરૂનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને યુવતી કંઇ સમજે તે પહેલાં જ તેને કેફી પદાર્થ સુંઘાડીને તેનું અપહરણ ા બાદ બે શખ્સોએ ચાલુ ગાડીમાં જ તેણીની પર બેહરમીથી બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનિયતભર્યા આ કૃત્યનો અન્ય શખ્સોએ મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. એટલું જ નહી, યુવતીને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં અને આ ઘટના અંગે  જો કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં તેને છોડી દીધી હતી. એ પછી વૃષભ નામના યુવકે આ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ફોટા મોકલીને તેની સાથે હોટલમાં આવવા જણાવ્યું હતું તથા ધમકી આપીને રૂ. પ૦ હજારની માગણી પણ કરી હતી. દરમ્યાનમાં કાંકરિયા જલધારા વોટરપાર્ક પાસે ફૂટપાથ પરથી તે પસાર થતી હતી ત્યારે તેની પાસેથી સોનાની વીંટી અને રૂ. ૩૭૦૦ પણ લઇ લીધા હતા. થોડા દિવસ બાદ મણિનગરના સત્યમ્‌ ટાવરની ગલીમાં બે અજાણ્યા યુવક અને યુવતી મોં પર રૂમાલ બાંધી આવ્યાં હતાં અને યુવતીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને નહેરૂનગર પાસે લીધેલાં મોબાઈલ અને પર્સ પરત આપી દીધાં હતાં.

એ વખતે આવનાર શખ્સો અને યુવતી બળજબરીપૂર્વક પીડિત યુવતીને ડાબા ખભા પર ઇન્જેક્શન આપી ફરાર થઈ ગયાં હતાં. બે દિવસ પહેલાં પીડિત યુવતી ઈસનપુરની કોન્ફી હોટલ પાસેથી ચાલતાં જતી હતી ત્યારે ત્રણ અજાણ્યા ઈસમ કારમાં આવ્યા હતા. સ્પ્રે છાંટીને પ્રિયાને ગાડીમાં ખેંચી તેનાં શરીરે અડપલાં કર્યાં હતાં. આ બધું ગૌરવ કરાવે છે તેમ કહી અજાણ્યા ઈસમો પ્રિયાને જયમાલા રોડ પર ઉતારીને ફરાર થઇ ગયા હતા.  આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્‌ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી.

અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, પરંતુ બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Previous articleભાજપમાં ભડકો..!?,ત્રણ ધારાસભ્યો નારાજ થતાં દોડધામ
Next articleગુજરાત રાજયના ૧૧ જિલ્લામાં સરકારી સાયન્સ કોલેજ જ નથી !