મહુવા શહેરમાં બે શખ્સોએ કારને આંતરી લોખંડના પાઈપ વડે બે વ્યક્તિને મારમારી રોકડને ચેઈનની લૂંટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીનેી ધરપકડ કરી ભરબજારમાં સરઘશ કાઢ્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ મહુવાનાં ભગુડા ગામે રહેતા વિશાલભાઈ લાલજીભાઈ ગડતારા (બાબર)અને રામભાઈ ગત તા.૫-૬નાં રોજ કાર લઈ પસાર થતા હતા ત્યારે જયેશ ઉર્ફે બકાલી કિશનભાઈ ગુજરીયા રે. તુલસી સોસાયટી અને શ્યામ પીઠાભાઈ ગઢવી રે. હવેલી શેરી મહુવાવાળાએ કારને આંતરી કારમાં બેસેલા બન્ને વ્યક્તિને લોખંડના પાઈપ વડે મારમારી કારના કાચ ફોડી નાખી રોકડ રૂા.૧૪ હજાર અને સોનાના ચેઈનની લૂંટ ચલાવી નાસી છુટ્યા બાદ વિશાલભાઈ બનાવ અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
બાદ વિશાલભાઈ બનાવ અને મહુવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જે ગુનાના કામે બન્ને આરોપી કોર્ટમાં રજુ થયા હતા ત્યારે મહુવા પોલીસે બન્નેની ધોરણસર અટક કરી હતી અને આજરોજ બન્ને આરોપીને ગળામાં પાટી પહેરાવી ભરબજારમાં સરઘસ કાઢી ઉઠ બેસ કરાવી હતી જેને નીહાળવામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસની કામગીરીને બીરદાવી હતી.