પ્રોહિના ગુનામાં ફરાર દેસાઈનગરનો શખ્સ જબ્બે

1057

બોરતળાવ પોલીસ મથકમાં દોઢ વર્ષ પૂર્વે નોધાયેલ ઈગ્લીંશ દારૂના ગુનામાં ફરાર દેસાઈનગરના શખ્સને બોરતળાવ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે તેના ઘરેથી ઝડપી લીધો હતો.

ડી.જી.પી. ગાંધીનગર તરફથી તેમજ આઈ.જી.પી. ભાવનગર વિભાગ તરફથી નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢ્યા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા ના.પો. અધિ. ઠાકરની સુચના અને માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ. રાવલ ડી.સ્ટાફના હેડ કોન્સ હિતેશભાઈ મકવાણા, પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે બોરતળાવ પો.સ્ટે. પ્રોહી ક.૬૬ બી ૬૫ એ ઈ.૯૮ ધ ૧૧૬ બી ૮૧ મુજબના ગુનાના કામેનો નાશતો ફરતો આરોપી જયદિપસિંહ ઉર્ફે જયપાલ મહીપતસિંહ ગોહિલ રહે. દેસાઈનગર ભાવનગર વાળો પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળતા તેના ઘરે તપાસ કરતા હાજર મળી આવતા આરોપીને પકી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.

Previous articleલુટના આરોપીઓનું પોલીસે ભર બજારમાં સરઘસ કાઢ્યુ
Next articleફરિયાદકા-સિદસર રોડનું ખાતમુર્હુત