તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ જ્ઞાનમંજરી સ્કુલ ખાતે તળાજા સ્થિત એચડી એફસી બેંક દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. શાળાના વિશાળ સંકુલના મેદાનમાં થયેલા વૃક્ષારોપણ શૈલેષ જોષી વગેરે સહયોગીરહ્યા હતા. જ્ઞાન મંજરી સ્કુલ રાળગોનના રાજુભાઈ બારૈયા અને ટ્રસ્ટીઓ, બાળકોની ઉપસ્થિતિ રહી હતી. ચોમાસાની ઋતુમાં શાળાના બાળકોને વૃક્ષનું મહત્વ તેમજ વૃક્ષ ઉછેર વિશે માહિતગાર થઈને પ્રેરણા મેળવી હતી.