વિદેશી શરા, કાર મળી કુલ ર.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત

1650

વેરાવળ પોલીસે ચોકસ બાતમી આધારે વિના પાસ પરમીટે કારમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતા બુટલેગરોને કાર તથા વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની ર૦૭૬ બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેરાવળ શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વેળા પોલીસ જવાનને એવી બાતમી મળી હતી કે તલાળા તરફથી એક કાર ઈંગ્લીશ દારૂ ભરી વેરાવળ શહેર તરફ આવી રહી છે જે હકિકત આધારે શહેરના પ્રવેશ દ્વારા પાસે વોચમાં હતા તે વેળા ફોર્ડ કંપનીની કાર નં. જી.જે. ૧ એચકે ૭૭૬૬ શંકાસ્પદ હાલતે પસાર થતા જેને અટકાવી તપાસ કરતા કારમાં સવાર બે શખ્સો ભરત રામા જોરા, તથા જગમલ ઉર્ફે જેન્તી દેવશી ચૌહાણ વાળા મળી આવેલ તથા કારમાં વિના પાસ પરમિટે પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ર૦૬૬ તથા શખ્સો પાસેથી મોબાઈલ નંગ-૪ મળી કુલ રૂા. ર.૧૬ લાખના મુદ્દામાલ સાથે બન્ને શખ્સોની પ્રોહી એકટ તળે ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleરાળગોન શાળામાં વૃક્ષારોપણ
Next articleરાજુલા તાલુકામાં વિજ પ્રશ્ને ગ્રામજનો આંદોલનના મુડમાં