ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીગ કમિટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠકમાં ના.કમિ.ગોવાણી, ડે.કમિ.રાણા, સીટી એન્જીનીયર રાણા વિગેરે હાજર રહેલ. મળેલી બેઠકમાં એજન્ડા પરના ૭૦ ઠરાવો રજુ થયા હતા.
સવારે ૧૧ કલાકે મળેલી આ બેઠક ત્રણેક કલાકથી વધુ સમય ચાલી હતી, બેઠક સવા બે વાગે પુરી થઈ હતી. અઢી વર્ષ માટે નિયુકત થયેલ આ કમિટીની બેઠક પ્રથમ વખતે મળેલ જેમાં કમિટી સભ્યો પુર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડયા, ધીરૂભાઈ ધામેલીયા, કુમાર શાહ, અનિલભાઈ પંડયા, અલ્પેશ વોરા, કિર્તીબેન દાણીધારીયા વિગેરે સભ્યોએ એજન્ડા પરના એક પછી એક ઠરાવોમાં તંત્રની ક્ષતિઓ સામે ભારે આક્રોસ વ્યકત કરી તંત્ર સામે ગંભીર ફરીયાદો કરી હતી.
ભાજપના નગરસેવક એવા સ્પષ્ટ વકતા રાજુભાઈ પંડયાએ આજની બેઠકમાં અનેક પ્રશ્નો અંગે આક્રોસ વ્યકત કર્યો હતો, જેમાં ખાસ કરીને તેમણે એવો આક્રોસ વ્યકત કર્યો કે, ૧૦ કરોડનો ખર્ચ આટલા બધા રૂપિયા નાખવા છતા પીલગાર્ડનની દશા શું છે, અમારો જીવ બળે છે, મારે કાંઈ સાંભળવુ નથી, બાવળીયા ઉગવા લાગ્યા છે.
આવાજ પૂર્વ ચેરમેન અને કાળીયાબીડના નગરસેવક ધીરૂભાઈ ધામેલીયાએ ગાર્ડનની દશા પ્રશ્ને એવી રજુઆત કરી કે, પીલગાર્ડનની દિવાલ કોણે નકકી કરી રોડ પરની દિવાલ છે, લોકોમાં આવી દિવાલ ટીકાને પાત્ર બની રહી છે. અભયસિંહ ચૌહાણે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે ડીપીઆરમાં મોડુ થાય તો પ્રોજેકટો કયારે પુરા થાય. પંડયાએ એવો કર્યો કે, શાક માર્કેટમાં આંટો મારો બધી જગ્યાએ પ્લાસ્ટિકના જબલા અપાય છે.
ધારાશાસ્ત્રી એવા નગરસેવિકા કિર્તીબેન દાણીધારીયાએ આ વાતની સાક્ષી પુરતા એવો સવાલ કર્યો કે, પ્લાસ્ટિક રાખવા માટે સવારે દંડ ભરે પણ પ્લાસ્ટિક જબલા તો રાખેજ છે. આ માટે શું જોગવાઈ છે. અભયસિંહ ચૌહાણ અને ધીરૂભાઈ ધામેલીયાએ ડીપીઆર બનાવવામાં નવ મહિનાનો સમય આખા ભાવનગરનો ડીપીઆર બનાવો તો પણ આટલો સમય ન જાય, આવી દરખાસ્તો કરીને સભાગૃહનો સમય ન બગાડો તેવી વહિવટી તંત્રને ટકોર કરવામાં આવી હતી.
કુમાર શાહે એક પ્રશ્ન અંગે કહ્યુ કે, બબ્બે વખત પેમેન્ટ થયા છે, કોમ્પ્યુટર વિભાગમાં ૧ર જણાનો સ્ટાફએ મુદ્દે પણ ઠીક-ઠીક ચર્ચા થઈ રાણાએ કહ્યુ કે, કોમ્પ્યુટર વિભાગ દ્યણું કામ કરે છે, કોમ્પ્યુટર અંગે પરમારે દ્યણી વિગતો આપી હતી. રોડ એન્જીનીયર મકવાણાએ એવો સવાલ કર્યો કે, દબાણ હટે પછી જ ટેન્ડર બહાર પાડશુ અને સભ્યો આ વત સાંભળીને ડદ્યાઈ ગયા ના નાના એમ નહી એગ્રીમેન્ટની શરતો મુજબ કામ કરો.
ડ્રેનેજોની ઠેર-ઠેર ગટરો ઉભરાય છે, વ્યાપક લોક ફરીયાદો છે આ ગટરો કેમ ઉભરાય છે, રેસ્ટોરન્ટ ખાણી-પીણીની દુકાનોવાળા એઠવાડો આવી ગટરોમાં નાખી દે છે, આની કડકાઈભરી તપાસ કરો અને પગલાભરોની વાત કરાય. કૈલાસ વાટીકાનું ઓછા પૈસે સારૂ કામ થયાની વાતો પણ થઈ.
રાતની નાસ્તાની લારીઓ એઠવાડો કયાં નાખે છે, આ અંગે કડકાઈભર્યુ ચેકીંગ કરો. ચેરમેને યુવરાજસિંહે કિધુ શહેરમાં ૧૦ સારી ગલ્લાઓ છે, આ પણ મોટો પ્રશ્ન છે. શિક્ષણ વિભાગના પણ કેટલાંક પ્રશ્નો રજુ થયા શાસનાધિકારી ત્રિવેદીએ રેકર્ડ પરની વિગતોની જાણકારી આપી. બાયલોઝ નવા નિયમો અને અનેક વિધ પ્રશ્નોની ચર્ચા થઈ મોટા ભાગના ઠરાવો સર્વાનુમતે પાસ થયા. જો કે, સ્ટેન્ડીંગ કમિટીની આ બેઠક ચીલા ચાલુ તંત્ર સામે સેવકોના પ્રશ્નોવાળી બની રહી હતી, જો કે, દર વખતની જેમ વહિવટી તંત્રના જવાબો આપી સભ્યોને આશ્વાસનો દિધા હતા. જો કે, આજની બેઠકમાં ૭૦ જેટલા ઠરાવો રજુ થતા સભ્યોમાં અને તંત્રમાં આ બેઠક અંદર ખાને કંટાળાજનક બની રહી હતી.