બગદાણાના રતનપર ગામે અંધશ્રધ્ધાની બોલબાલા

2992

મહુવા તાલુકાના રતનપર ગામે રહેતા એક શખ્સે ધર્મના ામે ધતીંગ શરૂ કરી ગામડાની ભોળી પ્રજાને તંત્ર-મંત્રની માયાઝાળમાં ફસાવી નાણા રળવાનો શોર્ટ કટ શરૂ કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજને કર્યો છે.સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર એકવીસમી સદીના ટેકનોલોજીના યુગમાં પણ નિરક્ષર અભણ માણસો પાયા વિહોણી અંધશ્રધ્ધામાં ફસાઈ આફતને નોતરૂ આપી રહ્યા છે લેભાગુ તત્વો લોકોની ધાર્મિક લાગણીનો ગેરફાયદો ઉઠાવી તેમની પાસેથી અઢળક નાણા ખંખેરી રહ્યા છે.મહુવા તાલુકાના બગદાણા પોલીસ મથકે આવતુ ખોબા જેવડુ ગામ રતનપર ખાતે ખેતમજુરી કરતો શ્રમીકવર્ગ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આજ ગામે છેલ્લા કેટલાક સમયથી પોતાને માઈભક્ત ‘માતાજીનો ભુવો’તરીકે ઓળખાવતો વિક્રમ મોહન મકવાણા નિજ માઈ મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી દોરા ધાગા, દાણા, ધુંણવા, સાથે કહેવાતા તંત્ર મંત્રથી અભણ લોકોને પોતાની માયાઝાળમાં ફસાવી ભ્રમિત કરી તેમની ધાર્મિક લાગણીઓ સાથે રમત રમી રહ્ય છે. દર રવિવારે ‘માતાના પાઠ’ના નામે શમીયાણો મંદિરના પટાંગણમાં ઉભો કરી ખેલ નાખે છે અને અંધશ્રધ્ધાનો શિકાર બનેલા લોકો પાસેથી અઢળક નાણા વસુલી રહ્યો છે. તાજેતરમાં તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા એક ખેડુતને પુત્ર પ્રાપ્ત બાદ મૃત પુત્રને સજીવન કરવાના નામે તાંત્રીક લીલા આચરી રૂા.દોઢ લાખનો ચુનો ચોપડ્યો હતો આવી ધતીંગ લીલા સામે પોલીસમાં અરજી પણ થવા પામી છે પરંતુ પોલીસે કોઈ પગલા હજુ સુધી લીધા ન હોવાનો આક્ષેપ નાગરિકે કર્યો છે. આવા લંપટ લે ભાગુ શખ્સ સામે કાયદાની રૂએ પગલા લેવા માંગ કરાઈ છે.

Previous articleકારોબારી બેઠકમાં વહીવટી ક્ષતિઓ અંગે સભ્યોમાં રોષ
Next articleછોકરા પકડવાની ગેંગ રાજુલામાં ઉતરી આવ્યાના વોટ્‌સએપ મેસેજ છોડનાર પત્રકાર સામે ફરિયાદ