બોટાદ પોલીસ મથકમાં આજની ૪ વર્ષ પુર્વે આરોપી ધીરૂ દાદભાઈ ધાધલ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪ મારમારીનો ગુનો નોંધાયો હોય. આ ફરિયાદ બાદ છેલ્લા ૪ વર્ષથી આરોપી ધીરૂ પોલીસને હાથ તાળી આપી ફરાર હોય જે સંદર્ભે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચને પુર્વ બાતમી મળી હતી કે છેલ્લા થોડા દિવસોથી આરોપી બોટાદના વિવિધ વિસ્તારોમાં ફરે છે આથી પોલીસે વોચ રાખી આજરોજ બોટાદ એસ.ટી. સ્ટેન્ડ પાસેથી આરોપી ધીરૂને ઝડપી લઈ આઈપીસી એકટ ક ૪૧ (૧) મુજબ ગુનો નોંધી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.