ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો

1402

ભાવનગર એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચોરી કરેલ વાહન સાથે શખ્સને ઝડપી ત્રણ માસ પૂર્વે થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં યોજાનાર ભગવાન જગ્ગનાથજીની રથયત્રા સંદર્ભે કાયદો વ્યવસ્થા ચૂસ્ત પણે જળવાઈ રહે તે હેતુ સર એસઓજી પોલીસની ટીમ શહેરમાં કોમ્બીંગમાં હતી તે વેળા એક શખ્સ શંકાસ્પદ બાઈક સાથે નજરે ચડતા ભીલવાડા સર્કલ પાસેથી સતીષ ઘનશ્યામ વાજા રે. ઘોઘારોડ વાળાને અટકાવી તલાસી તપાસ હાથ ધરેલ જેમાં તેની પાસે રહેલ બાઈક ત્રણ માસ પૂર્વે ક.પરા વિસ્તારમાંથી ચોરી કરી ફેરવી રહ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બાઈક સાથે યુવાનને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleપોલીસ ચોપડે ફરાર શખ્સને આર આર સેલ ટીમે ઝડપ્યો
Next articleજુલાઈના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા