સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ઐતિહાસિક ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ સમિટમાં ૩૨ દેશોમાંથી ૧૦ હજાર જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ સાહકસિકતાનો વિકાસ કરવો અને યુવા રોજગારોને સન્માન સાથે રોજગારી પૂરી પાડવાનો છે.
આ ઉપરાંત સમિટમાં ૫૦૦થી વધારે વ્યાપારી એકમો દ્વારા ૫૦ હજારથી વધુ પ્રોડ્ક્ટસનું પ્રદર્શન યોજાશે અને આધુનિક ટેક્નોલોજી અને નવીન પ્રોડ્ક્ટસ અંગે જાણકારી પણ આપવામાં આવશે.૧ પ્રથમ હરોળના ૧૦ હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન સમાજ અને દેશને ઉપયોગી થવા તૈયાર છે. આ સંગઠન દ્વારા યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કાજે કાર્યરત છે. સમાજે ઘણા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કર્યાં છે પરંતુ આ આર્થિક કાર્યક્રમ દેશ અને ગુજરાત માટે ઐતિહાસિક બની રહેશે તેવું પાટીદાર સમાજના આગેવાને જણાવ્યું હતું.
બેટી બચાવનો કાર્યક્રમ હતો તેમાં ૧.૯૯ લાખ કંકોત્રી મોકલી હતી. પછી જુદી જુદી જગ્યાએ સભા લેવા જતાં હતાં ત્યારે ધ્યાન આવ્યું કે, સમાજનો એક ભાગ સુખી સંપન્ન છે, એક ભાગ મહેનત મજૂરી કરી રહ્યો છે અને એક ભાગ સંધર્ષમાં જીવે છે. જેથી તેમને નાના મોટા ધંધા નોકરી-રોજગારીમાં ગોઠવવામાં આવે તો તેઓ સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તે માટે અમે બિઝનેસ સમિટ કરવાનું વિચાર્યું અને હવે તે થવા જઇ રહ્યું છે તેવું પટેલ આગેવાને જણાવ્યું હતું.
૧૦ હજાર ઉદ્યોગપતિઓને એકત્ર કરી ત્રણ મહત્વ હેતુઓ માટે અમે કામ કરી રહ્યાં છે. જેમાં પ્રથમ નાના-મધ્યમ ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિકરણ, બીજું નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને ત્રીજો મુદ્દો શિક્ષિક યુવાનોનો સનમાન સાથે રોજગારી પૂરી પાડવાનો છે એટલે સમાજની યુવા શક્તિને સર્વાગિ વિકાસ માટે અમે કામ કરી રહ્યાં છે. શિક્ષણ દ્વારા સમાજની એકતા દ્વારા સમાજને સમુદ્ધ દિશામાં લઇ જવાનો પ્રયાસ છે.ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૫, ૬, ૭ જાન્યુઆરી ૨૦૧૮માં મહાત્મા મંદિર ખાતે યોજાશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૪ અને ૨૦૨૬માં પણ આ જ રીતની સમિટ યોજાશે. આમ ૧૦ વર્ષના સમિટના સમય ગાળા દરમિયાન સમાજના નિર્માણથી લઇ રાષ્ટ્ર નિર્માણ સુધી લઇ જવાનો ટોર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુને વધુ યુવાનોને રોજગારી મળે અને નવા ઉદ્યોગ સાહસિકો ઊભા થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.