મોખડકા કેન્દ્રવર્તી શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ૧૦૮ એમ્બ્યુલન્સનો ડેમો યોજાયો હતો. જેમાં ડો.નિતેશભાઈ ડોડીયા દ્વારા સામાન્ય સારવારમાં શુ કરવું જોઈએ,દર્દીને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને પીસીઆર કેવી રીતે આપવું તે પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના મોરી અને વિશ્વા આસ્તિકે પણ ડેમો આપ્યો હતો.૧૦૮ના પાઇલોટ વિજયસિંહ ગોહિલે ૧૦૮માં કેવી રીતે કોલ કરવો તે સમજાવ્યું તેમજ શાળાના શિક્ષકોને ૧૦૮ની એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી હતી. બાળકોએ પોતાને મુંઝવતા પ્રશ્નો ડોકટર ને પૂછી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કિંજલબેન ભાવસાર, આશાબેન પરમાર નીતાબેન સલીયા, ભાનુબેન ભોજગોતર એ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના આચાર્ય અજીતસિંહ એમ મોરી એ આપ્યું હતું.