દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ શાળા માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગમાં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો. રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદાઓ ? જેવા પ્રશ્ને નિષ્ણાંત તબીબ ડો પારુલબેન દંગી, અને પી .એન.ભટ્ટી, જે.પી.પટેલ દ્વારા સમજ અપાય ખૂબ મોટી સંખ્યામાં વાલીઓની હાજરીમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષાયક રસીઓ અને તેની જરૂરિયાતો માટે આરોગ્ય તંત્ર દ્વારા રસી કરણ યજ્ઞોમાં સહકારની અપેક્ષા સાથે ડો પારૂલબેન દંગીનું વક્તવ્ય નિરામય આરોગ્ય માટે આવતા ભવિષ્યને સુનિશ્ચિત કરવા વાલીઓને આહવાન કરતા તબીબોએ દામનગર શહેરની શાળામાં કમ્પેઇન વેકસીન અંગે સમજ આપી હતી. વિવિધ રસીઓ અંગેની ગેર સમજ દૂર કરતી સફળ મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.