અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા સર.ટી.માં નાસ્તાનું વિતરણ

1240

અર્હમ યુવા સેવા ગૃપ ભાવનગર દર્દીઓના સ્વજનોને સવારે ગરમા ગરમ નાસ્તાનું વિતરણ કરી સમાજ સેવાનું પ્રશંસનીય કાર્ય કર્યુ હતું.

જૈન શાસન સમ્રાટ અને દિર્ધ દ્રષ્ટા પૂ. નમ્રમુની મહારાજ સાહેબ પ્રેરીત ભાવનગરમાં આવેલ અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા ઘરે ઘરેથી પત્સી કલેકટ કરી તેનું વેચાણ કરી પ્રાપ્ત નાણામાંથી વિવિધ સામાજીક સેવા લક્ષી કાર્યો કરવામાં આવે છે. જે અન્વયે આજરોજ  શહેરની સર.ટી. હોસ્પિટલ ખાતે આવેલ ભાવનગર સદ વિચાર સેવા સમિતિની ઓફીસ પાસે સવારે આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓના સ્વજનોને ગરમ-ગરમત દાળ પુરીના નસ્તાનું વીતરણ વિનામુલ્યે દર્દી દેવો ભવની ઉમદા ભાવના સાથે કરવામાં આવ્યું હતું.

આ નાસ્તાનો લાભ ૧૭પ જેટલા સ્નેહીઓએ લીધો હતો. આ સેવાકીય પ્રવૃતતિમાં અર્હમ યુવા સેવા ગૃપના જયેશભાઈ, મિતેષભાઈ, નિલેષભાઈ, પ્રશાંતભાઈ, નિસર્ગભાઈ, અમીબેન, સ્વીટીબેન ભાયાણી, રિન્કબેન તથા મિનલબેન દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

Previous articleપાક વીમા યોજનામાં ૧પ જુલાઈ સુધીમાં અરજી નહિં કરનારના પૈસા કપાશે
Next articleઘોઘાના ઐતિહાસિક વાવનું રહસ્ય અકબંધ