પુરાતત્વ વિભાગ તથા પ્રાચીન સ્થાપત્યો માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહેલ ઐતહાસિક ક્ષેત્ર ઘોઘા ગામે આજે પણ અસ્તીત્વ ધરાવતા પ્રાચીન બાંધકામો ભુતકાળના ભવ્ય અને જાજરમાન વીરાસતોમાં સુવર્ણ ઈતિહાસ ધરબાઈને પડ્યો છે. આવી અનેક બેનજીન કૃતિઓ પૈકી એક ઘોઘા ગામના પારદમાં ચારથી પાંચ સદી જુની વાવ આવેલી છે આ વાવનું બાંધકામ નિહાળતા કોઈપણ વ્યકિત ઈતિહાસની ઝાંખીમાં સરી પડે તેવી છે. આ વાવનો એક રસપ્રદ ઈતિહાસ પણ છે સમયાંતરે વાવથોડી જીર્ણક્ષીર્ણ થઈ છે. પરંતુ તેની નકશી અને બાંધકામ આજે પણ નિહાળવા લાયક છે.