નારી ગામેથી ઈંગ્લીશ દારૂ બિયર સાથે શખ્સ ઝડપાયો

1732

શહેરના નારી ગામે રહેણાંકી મકાનમાં વરતેજ પોલીસ ટીમે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂ- બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

પો.અધિ.પી.એલ.માલ તથા નાયબ પો.અધિ. એમ.એચ.ઠાકરની સુચના અને માર્ગદર્શન મુજબ વરતેજ પો.સ્ટે.પો.સબ.ઇન્સ.આર.પી.ચુડાસમા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પો.કોન્સ.પ્રદીપસિંહ ગોહીલ તથા પો.કોન્સ દેવેન્દ્રસિંહ જાડેજા ને મળેલ સંયુકત બાતમી આધારે નારી ગામે રહેતા વિજયસિંહ રાણા પોતાના ઘરે ઇંગ્લીશ દારુ રાખી વેચાણ કરેછે તેવી હકીકત મળતા મકાને રેઇડ કરતા અલગ અલગ કંપની ની ૧૮૦ એમ.એલ માપ ની ઇંગ્લીશ દારૂ ની બોટલો નંગ ૯૦ તથા ૭૫૦ એમ.એલ ની નંગ-૦૪ તથા બીયર નંગ-૦૪ કુલ કીરૂ.૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપી વિજયસિંહ રાણા રહે.નારી ગામે વાળા ને પકડવામા સફળતા મળેલ ધોરણસર ગુનો રજી કરી આગળ ની તપાસ હાથ ધરેલ છે. આ કામગીરી મા ર્સવેલન્સ સ્કોડ ના એ.એસ.આઇ.એન.બી.જાડેજા તથા પો.હેઙ.કોન્સ જે.વી.ઝાલા, પો.કોન્સ.વિશ્વરાજસિંહ વાઘેલા, દિગ્દીજયસિંહ ગોહીલ,નરેન્દ્રસિંહ ગોહીલ, હરપાલસિંહ રાણા, કીરીટભાઇ સોરઠીયા, જોડાયા હતા.

Previous articleસાહિત્યકાર ધ્રુવ ભટ્ટ સાથે નાટક અને ફિલ્મના કલાકારોની ગોષ્ઠી
Next articleરાજુલામાં ખોટા મેસેજ વાયરલ કરનાર પત્રકારને ઝડપી લીધો