રાજુલામાં છોકરા ઉઠાવતી ગેગ ઉતરી હોય તેવા વોટસઅપગૃપમાં પોલીસના નામે મેસેજ વાયરલ કરનાર રાજુલાના પત્રકારને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી ૧ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
રાજુલામાં ૩૦૦ માણસોની છોકરા પકડવા વાળાની ગેંગ ઉતરી છે અને તે પણ રાજુલા પોલીસને બદનામ કરવા રાજુલા પોલીસ દ્વારા જનતાને સર્તક રહેવા જણાવાયું છે. તેવા ખોટા મેસેજ વોટસએપમાં વાયરલ કરનાર ગ્રુપ એડમીન અને કહેવાતા સરદાર-સમાચાર ન્યુઝના પત્રકાર અને પત્રકારત્વને જાણ્યા વિના બની બેઠેલ યુવક પીઆઈ યુ.ડી.જાડેજા પોતે ફરિયાદી સરકાર તરફથી બની જનતામાં દહેશતનો માહોલ ઉભો કરનાર અબ્દુલ દલ નામના ગ્રુપ એડમીનને પકડી પાડી કોર્ટમાંથી ૧ દિવસના રિમાન્ડ મેળવેલ છે અને તેની ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.