જાફરાબાદના અરબી સમુદ્રમાં ચોમાસાની ઋતુ દરમ્યાન ફ્રીજરીષ વિભાગ તેમજ જાફરાબાદ પોલીસ દ્વારા કોઈએ દરિયામાં ન્હાવા જવું નહીં તેવા બોર્ડ લાગી જનહીત માટે એલર્ટ જાહેર કર્યું છે.
જાફરાબાદના અરબી સમુદ્ર જે ૧૬૦૦ કી.મી.ની રેન્જ ધરાવે છે તેને ચોમાસાની ઋતુમાં દરિયાની ઋતુમાં દરિયો ગાંડોતુર બની ૧પ-૧પ ફુટના મોજા ઉછાળે છે. તેવા સમયે જાફરાબાદ તેમજ વરૂડીમાં વઢેરાના સુપ્રસિધ્ધ સરખેશ્વર તેમજ ધારાબંદરના રત્નેશ્વર મહાદેવ તેમજ રાજુલાનો દરિયા કાંઠો ચાંચ બંદર, વિકટર પીપાવાવ સહિત એલર્ટ કરાયો છે અને ફીજરીશ વિભાગ તેમજ જાફરાબાદના પોલીસ મથકના પી.આઈ. આર.ટી. ચનુરા સાહેબ તેમજ રાજુલા પોલીસ મથકના પી.આઈ. યુ.ડી.જાડેજા દ્વારા પીપાવાવ મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. પરમાર અને ફીજરીશ વિભાગ દ્વારા લોકોને સતર્ક કરાયા છે.