વ્યક્તિત્વ વિકાસ અને તાલીમ વિષય પર બીબીઍ કૉલેજ ખાતે વર્કશોપનું આયોજન

1233

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ખાતે દ્વિતીય વર્ષ ના ૧૫૦ વિદ્યાર્થીઓ માટે વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું.

કોલેજના પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના સાહેબ દ્વારા મુખ્ય વક્તા મનોજ પાત્રા (ડેવલોપમેન્ટ ઓફિસર, એલ. આઈ. સી.-ગાંધીનગર) ને કોલેજ વતી આવકાર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને આજના વિષયની માહિતી આપી હતી. તેમજ સમગ્ર વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા દ્વારા વિદ્યાર્થીઓને સફળ આંત્રપેન્યોર બનવા માટે માર્ગદર્શિત કર્યા હતા.

સફળ કારકિર્દીના ઘડતર માટે વિદ્યાર્થીઓને ઈફેક્ટીવ કમ્યુનીકેશન સ્કીલ ડેવલોપ કરવા માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. તેમણે વિવિધ ઉદાહરણો તેમજ તેમના સ્વાનુભવ થી સરળ તેમજ સફળ કમ્યુનીકેશન માટેની ટીપ્સ આપી હતી.  મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સફળ આંત્રપેન્યોર બની શકે તે માટે તેમનો અભ્યાસક્રમ પણ તેમને ઉપયોગી થાય છે. તેઓ એ જણાયું કે કોલેજે વિદ્યાર્થીઓ નાં વ્યક્તિત્વ વિકાસ માટે સતત ચિંતિત રહે છે અને આવા સેમીનાર નું આયોજન કરે છે તે પ્રશંસનીય બાબત છે. મનોજ પાત્રા લાઇફ ઇન્શ્યોરન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી વિદ્યાર્થીઓને વીમાક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર બાબત ની ઉપયોગી માહિતી આપી હતી. સાથે-સાથે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય નિર્ધારણ માટે માર્ગદશન આપ્યું હતું.  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ બાબતે તેમજ વિવિધ પરીક્ષાઓ માં પૂછવા માં આવતા અભ્યાસક્રમ બાબતે ઉપયોગી  છણાવટ કરી હતી. કાર્યક્રમ ના અંતે પ્રો. પ્રિન્સી મેકવાન  દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ડૉ.રમાકાન્ત પૃષ્ટિ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીના હેડ ડો.જયેશ તન્ના, ડો. આશિષ ભુવા તેમજ પ્રો.પ્રિન્સી મેકવાન દ્વારા સફળતા પૂર્વક યોજવા માં આવ્યો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleહત્યારા આરોપીઓને ફાંસી આપો : પ્રવિણ તોગડિયા