દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને પ્રમાણ પત્ર એનાયત કરાય હાઇસ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોલીસ કેડર તાલીમાર્થી તરીકે મેળવેલ તાલીમ બાદ શાળા કક્ષાએ પોલીસ કેડરમાં નિપુણતા બદલ પ્રમાણ પત્ર સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા અર્પણ કરાયા હતા પ્રિન્સિપાલ હંસાબેન ભેંસાણીયા અને શિક્ષકો સહિત શાળા પરિવારની હાજરીમાં દામનગર પી એસ આઈ મોરી અને સમગ્ર પોલીસ સ્ટાફના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને પોલીસ કેડર પ્રમાણ પત્ર અર્પણ કરાયા હતાં.