પાલિતાણા શહેરમાં મોટી પોસ્ટ ઓફિસે જ બધી પ્રકારની સ્ટૈમપ ટીકીટ મળે છે પરંતુ તા. ર૬ જુનથી સમગ્ર પોસ્ટ ઓફીસની કામગીરી ઓનલાઈન થઈ ગઈ જેથી તા. ર૮ જુન આપાસ અતિ મહત્વની ગણાતી નોન જયુડેસી સ્ટૈમપ ટીકીટ રૂા. ર૦ અને રૂા. ૧૦૦ વાળી ખાલી થઈ ગયેલ હોવાથી અછત વર્તાય રહી છે અને તમામ અગત્યના કાગળ પર નોનજયુડીસી સ્ટૈમપ જ વપરાતી હોવાથી પાલિતાણાની પ્રજાને અગત્યના કામો ટલ્લે ચડી રહ્યા છે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ કહે છે કે અમે ઉપર કચેરીમાં જાણ કરેલ છે. એકાદ બે દિવસમાં આવી જશે પરંતુ સરકારી કચેરીના એકાદ બે દિવસ એટલે સપ્તાહ – પખવાડીયા સુધીનો સમય નિકળી જાય તો પણ કહેવાય નહીં આખુ પ્રજાને માંગણી છે તાત્કાલીક રૂા. ર૦ અને રૂા. ૧૦૦ નોન જયુડીસી સ્ટૈમપ ટીકીટ મળી જાય તેવી પોસ્ટ ખાતુ વ્યવસ્થા કરે તેવું ઈચ્છી રહી છે.