આજે રાજુલા પીજીવીસીએલની કચેરી ખાતે રાજુલા તાલુકાના પાંચ ગામો વાવેરા, ધારેશ્વર, ચારોડીયા, દીપડીયા, વડલીના ૪૦૦ ખેડૂતો દ્વારા પીજીવીસીએલના અધિકારી નીનામાની ઓફિસે ઘેરાવ કરી હલ્લાબોલ ૮ કલાકનો સરકારી નિયમ ખેડૂતોને લાઈટ આપવી ફરજીયાત હોય તે નિયમને ઘોળીને પી જતા અધિકારી મનઘડત જવાબ આપવા તેમજ તેના નીચેના કર્મચારીઓને કામ કરવા મોકલે છે તે સાચુ છે પણ તેના મોકલેલ કર્મચારીઓ હાએ હા કરી મોન ઉડાવે છે અને ખેડૂતોએ પકડવેલ મહામુલો પાક પાણી વાંકે બળીને ખાક થઈ જતો હોય ત્યારે પાંચ ગામના ખેડૂત આગેવાન દિલીપભાઈ સોજીત્રાની આગેવાનીમાં ૪૦૦ ઉપરાંત ખેડૂતોએ હલ્લાબોલ કરી પોતાના હક્ક માટે આંદોલન શરૂ કર્યુ અને તે ગઈકાલે નીનામાને જાણ કરી કે અમારો પ્રશ્ન હલ કરો નહીતર આ પાંચ ગામના ખેડૂતો જાલ્યા નહીં રહે અને ખેડૂતો સાથેના પીજીવીસીએલના સંબંધો સારા જ હોય પણ કર્મચારીઓના પાપે દારૂની બોટલો તમારી કચેરીએથી જીવીત મળે છે તેની કાર્યવાહી કરો નહીતર આ આંદોલન ઉગ્ર બનશે તો તંત્ર દોડતું થશે.