પાલીતાણાની વર્ષો જુની કમનસીબી એ છે કે એક બે ઈંચ વરસાદ પડે એટલે શહેર જાણે ટાપુ બની જાય આ વખતે પણ એકાદ ઈંચ વરસાદ સાંજ સુધીમાં વર્ષા ત્યાં શહેરમાં રોડ પર પાણી ભરાવા લાગ્યા હતા.
નગરપાલિાકની કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરી નીપોલ મેઘરાજાએ પ્રથમ વરસાદમાં જ ખોલી નાખી પ્રિ-મોન્સુન કામગીરીના નામે નગરપાલીકાના કર્મચારી દ્વારા ડાંડાઈ વધુ એક વખત આ વર્ષ છતી થઈ ગઈ વોકળાં સફાઈ સહિતની કામગીરી કાગળ પર જ નથી હોય તેવું પ્રજાજનોને લાગી રહ્યુ છે. પાલીતાણાના વરસાદ સામાન્યમાં ભીડભજન મહાદેવ મંદિર, ગોરાવાડી, તળેટી રોડ, પંચવટી શો સેન્ટર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા અને છેલ્લા અમુકવર્ષોમાં બનેલ પેવર બ્લોક રસ્તાનું લેવલીંગ ન હોવાથી રસ્તાનું અંદર એકસાઈડમાં પાણી ભરાયાનું અનેક સોસાયટીમાં નજરે ચડતુ હતુ તેવી જ રીતે પીજીવીસીએલ દ્વારા લાખો રૂા.ના ખર્ચે પ્રિ મોન્સુન કામગીરી કરી છતાં વરસાદની શરૂઆત થતા વિજળી ગુલ થઈ જવાના અનેક બનાવો બન્યા હતા આમ, સરકારી તંત્રની પ્રિમોન્સુન કામગીરી ફક્ત કાગળ પર વધુ અને કામની દ્રષ્ટીએ ઓછી કહેવું અતિશીયોકતી નહી ગણાય.