એસબીઆઈનાં ૬૩માં સ્થાપક દિન નિમિત્તે ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

1207

તારીખ ૧ જુલાઈના રોજ એસ.બી.આઈ. બેન્કના ૬૩માં સ્થાપના દિન નિમિત્તે ડેપ્યુટી જનરલ મેનેજર જ્ઞાનેન્દ્ર કુમાર જૈન તથા ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ દ્વારા એસ.બી.આઈ કોલોની, કાળાનાળા, ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં એસ.બી.આઈ.ના આસી. જનરલ મેનેજર જલારામ ઠક્કર, યુનિયન સેક્રેટરી સંદિપભાઈ ભટ્ટ વિગેરે દ્વારા પણ વૃક્ષારોપણ કરાયુ હતું ગ્રીનસીટીના જયંતભાઈ મહેતા, જેક ઝાલા, અર્જુનભાઈ, કમલેશભાઈ શેઠ, હસ્તી મોદી તથા એસ.બી.આઈના વડા અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે જ્ઞાનેન્દ્ર જૈન દ્વારા ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠનું મોમેન્ટો આપી સ્વાગત કરાયુ હતું. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સર તખ્તસિંહજી હોસ્પિટલ તથા બ્લડ બેન્ક, ભાવનગરના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં ૬૩  વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યુ હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જનાર્દનભાઈ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા. આ બંને કાર્યક્રમનું આયોજન ભાવનગર એડમીન ઓફિસ તથા રીજીયન બી-૧ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ. એસ.બી.આઈ.ના કેતનભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

Previous articleબરવાળાનાં ચોકડી ગામે મંદિરની જગ્યામાં કોમ્યુનીટી હોલનું બાંધકામ કરતા લોકોરોષ
Next articleપીજીવીસીએલનાં બદલી થતા અને નવા આવતા કર્મીને, વિદાય આવકાર