નિર્દોષાનંદ હોસ્પિટલમાં રવિવારે ૧ર૭૬ દર્દીઓની રેકોર્ડ ઓપીડી

1049

ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં રવિવાર હોવા છતાં ૧૨૭૬ દર્દી નારાયણોની ઓપીડી ૩૯ ઓપરેશનો ૧૮૫૬ દર્દી અને સહાયકોને ભોજન પ્રસાદ લાભ લીધો માનવસેવા એજ માધવ સેવાની સાર્થક કરતા દાતાઓ ટ્રસ્ટીઓ તબીબોની વંદનીય સેવા દિન પ્રતિદિન દૂરસદુરથી દર્દી નારાયણોનો અવરીત પ્રવાહ ધરાવતું   આરોગ્યધામ  સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માનવ સેવા ધામમાં કુદરતની સ્વંયમ હાજરીનો અહેસાસ કરાવતી સેવા અતિ અદ્યતન સુવિધા યુક્ત હોસ્પિટલમાં તમામ દર્દો માટે નિષ્ણાંત તબીબોની ટિમ દ્વારા રેકર્ડ બ્રેક સેવા અત્યાર સુધીની સૌથી મોટી ઓપીડી રહી. સંપૂર્ણ મફત  કેશ કાઉન્ટર વગર ની એકમાત્ર હોસ્પિટલમાં રવિવારના દીને ૧૨૭૬ દર્દી નારાયણો ની હાજરી જોવા મળી રવિવાર ના દિવસે પ્રખ્યાત તબીબોની સેવા મળતી હોવાથી દરેક રોગના એમ ડી એમ એસ સર્જનોની હાજરી.

Previous articleપીજીવીસીએલનાં બદલી થતા અને નવા આવતા કર્મીને, વિદાય આવકાર
Next articleભાવેણાની માસુમ બાળા પૂર્વાનાં સ્વાસ્થ્ય માટે રાજુલામાં હનુમાન ચાલીસા પાઠ કરાયા