પાલીતાણા તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા પાલીતાણાની જેલમાં કેદી ભાઈઓના જીવનમાં સત્ય, અહિંસા અને કરૂણાની ભાવના ખીલે તે માટે ગાંધી ચાલીસાના રચિયતા લલ્લુભાઈ (લાલભગત દ્વારા) સતસંગ સાથે ગાંધી ચાલીસાનું પારાયણ પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગાંધીજીના જીવનના પ્રસંગો પીએલવી નાથાભાઈ ચાવડા દ્વારા કહેવામાં આવ્યા હતા અને દરેક કેદી ભાઈઓને મીઠુ મોં કરાવ્યું હતું.
ગાંધીજી પણ જેલમાં ગયા હતા. તેઓએ દેશ માટે સમગ્ર જીવન અર્પણ કર્યુ હતું અને જીવનમાં ભુલનું પુનરાવર્તન ન થવું જોઈએ એ બાબતે કેદી ભાઈઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ આ કાર્યક્રમમાં તમામ કેદી ભાઈઓએ રસપૂર્વક ધ્યાન આપી જીવન ઉત્થાન માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જજ બારોટ તથા સમિતિના મહેતા ભાઈએ માર્ગદર્શન આપ્યું હતું.