ચોમાસાના આગમન બાદ હજુ સુધી જોઈએ તેઓ વરસાદ વરસ્યો નથી લોકો હજુ પણ ગરમી થી શેકાઈ છે ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી છે પરંતુ આજે સિહોર શહેર અને પંથકના અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ઘટા-ટોપ વાદળો ઘસી આવતા સિહોરમાં ભારે વરસાદી ઝાપટા સહિત ગ્રામ્યના સાગવાડી કાજવદર જાંબાળા દેવગાણા અગિયાળી ટાણા વરલ સહિત પંથકના ભારે વરસાદી ઝાપટુ વરસ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે વરલ ગામે સમી સાંજે ભારે વરસાદી ઝાપટું પડીને બજારોમાં પાણી ભરાયા હતા અને વરસાદ ને લઈ ખેડૂતોમાં આંનદ છવાયો છે.