અમદાવાદ ગેંગરેપ : પીડિતાના વકીલની HCમાં CBI તપાસની માંગ

1205

ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના ચકચારી દુષ્કર્મ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં પીડિતાના વકીલે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ કરી હતી. સીઆરપીસીની કલમ ૧૬૪ અંતર્ગત ૨૪ કલાકમાં નિવેદન ના નોંધાવ્યું હોવાની તેમાં રજુઆત કરવામાં આવી છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ગેરવર્તણૂંક કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે જ પીડિતાએ કોર્ટ સમક્ષ ફોટો પણ રજૂ કર્યા હતા. સરકારી વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૧૬૪ અંતર્ગત નિવેદન માટે ઝડપી તારીખ ફાળવવા માટે અરજી કરી છે. હાઈકોર્ટ જણાવ્યું હતું કે, પીડિતાને સંતોષ થાય કે તેની ફરિયાદ પર યોગ્ય થવી જોઈએ. તપાસ સ્પષ્ટ અને ઝડપી હોવું જોઈએ. કેસની સુનાવણી આવતી કાલે બપોરે અઢી વાગ્યે હાથ ધરવામાં આવશે. સાથે જ પીડિતા અને સરકારી વકીલને જરૂરી કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટે સેટેલાઇટ દુષ્કર્મ કેસમાં તપાસ સ્પષ્ટ અને ઝડપી કરવા કહ્યું હતું. ત્યારે આરોપી ગૌરવ દ્વારા કોર્ટમાં અરજી કરી સામેથી પોતાના નાર્કો ટેસ્ટ સહિતના તમામ પ્રકારના ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. રવિવારે સવારે પીડિતાએ પ્રેસ સમક્ષ રડતાં-રડતાં જે.કે. ભટ્ટના ખરાબ વર્તનની વાત મૂકી હતી. તેણે જણાવ્યું હતું કે, જે.કે. ભટ્ટની પૂછપરછ બાદ મને આત્મહત્યા કરવાનું વિચાર્યું. તેઓ મને ધમકાવતા હોય તે રીતે વર્તન કર્યું હતું. મારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો તો તેને રેપ ન કહેવાય. રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.

Previous articleઅમદાવાદ ગેંગરેપ કેસ : ક્રાઇમ બ્રાન્ચના એડિ.સી.પી. જે.કે. ભટ્ટને તપાસમાંથી મુક્ત કરાયા
Next articleનર્મદા ડેમની સપાટી વધતા લોકોમાં આનંદ, સરકારને હાશકારો