રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ મેઘરાજા મનમુકીને વરસ્યા છે, તો કેટલીક જગ્યાએ માત્ર અમી છાંટણાં જ કર્યા છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્ય પર તોળાઈ રહેલ જળસંકટમાં થોડા અંશે રાહત મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકથી ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ ૮૮૪૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની સપાટી ૧૦૮.૪૩ મીટર થઈ છે. ડેમની સપાટી ૧૧૦ મીટરે પહોંચશે ત્યારે ડેમના પાવર હાઉસ ચાલુ કરાશે. તો ડેમ માં જળ સંકટ દૂર થતાં સરકારને રાહતનો અનુભવ થઇ રહ્યો છે. ડેમ માં ૩૩૯૧.૧૦ સ્ઝ્રસ્ પાણીનો જથ્થો છે. હાલ મેઇન કેનાલમાં ૧૨૩૬ ક્યુસેક પાણી ૈંમ્ઁ્ માંથી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં રાજ્યભરમાં જળસંકટ ઉભુ થયું હતું, નર્મદા સરોડવર ડેમનું પાણી એકદમ ઘટી ગયું હતું, જેના કારણે સરકારે જાહેરાત કરવી પડી હતી કે, નર્મદાનું પાણી કોઈ ખેડૂતોને ખેતી માટે આપવામાં નહી આવે. કેટલીએ જગ્યાઓ પર કેનાલમાંથી ખેતી માટે પાણી લેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જેનો ખેડૂતો દ્વારા ખુબ વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
લોકોને પીવાનું પાણી પુરતુ મળી રહે તે માટે સરકારે આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો, પરંતુ હવે ચોમાસાની સિઝનમાં નર્મદા ડેમમાં નવા નીરની આવક થતાં જળ સ્તરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા રાજ્ય પર તોળાઈ રહેલું જળસંકટ દુર થઈ રહ્યું છે. સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.