તળાજા તાલુકા વિકાસ અધિકારી સહિતનો વિદાય સમારોહ યોજાયો

1388

તાલુકા વિકાસી અધિકારી પી.બી.વાળા, સર્કલ ઈન્સ્પેકટર એન.બી.જાની, તલાટી કમ મંત્રી એન.બી.જોષી તથા કોટછવાલ કિરિટસિંહ ગોહિલ તા. ૩૦-૬-ર૦૧૮ના રોજ વય નિવૃત્ત  થતા હોય તેનો વિદાય સમારોહ ધારાસભ્ય કનુભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા વિકાસ અધીકારી બરનવાલ, તળાજા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ચંદુભાઈ મકવાણા, તલાટી કમ મંત્રી મંડળના જિલ્લા પ્રમુખ અને રાજય મંડળના વિભાગીય ઉપપ્રમુખ અરવિંદસિંહ ગોહિલ અને તલાટી કમ મંત્રી મંડળ, તળાજા પ્રમુખ કે.પી.બારૈયાની ઉપસ્થિતિમાં સૌની  જ્ઞાતિની વાડી, તળાજા ખાતે યોજાયેલ.

આ પ્રસંગે ધારાસભ્ય તથા જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી પ્રજાના સેવાકીય કામો કરવા જરૂરી માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે વિદાય લઈ રહેલ અધિકારી તથા કર્મચારીઓને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સારી કામગીરીની સરાહના કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત ગ્રાહક ધિરાણ સહકારી મંડળી તથા તલાટી કમ મંત્રી મંડળ, તળાજા અને તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા યોજવામાં આવેલ.

Previous articleસમગ્ર ગુજરાતમાં વરસાદની જમાવટ
Next articleવરતેજ કારડીયા રાજપૂત સમાજ દ્વારા જ્ઞાનભવનની સ્થાપના કરાઈ