મોંઘવારી અને ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

745
bhav4102017-3.jpg

આમ આદમી પાર્ટી ભાવનગર દ્વારા ભાજપના શાસનમાં વધતી જતી મોંઘવારી સામે આજરોજ ઘોઘાગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભાજપ સરકારે લોકો ઉપર ઉપરાછાપરી ટેક્ષ જીકીને દરેક વસ્તુઓના ભાવ મોંઘા કરેલ. નોટબંધીની નિષ્ફળતા અને વગર વિચારે જીએસટીના અમલથી લોકો ઉપર કરવેરાનો અસહ્ય બોજ પડતો જાય છે. સામાન્ય માણસને જીવન જીવવું પણ અઘરૂ થતું જાય છે. શિક્ષણનું વેપારીકરણ, વિકાસના નામે ભ્રષ્ટાચાર અને બેરોજગારોની વધતી સંખ્યા વિકાસના નારા સાથે આવેલી ભાજપ સરકાર માટે પોતાના એકપણ વચન પુરા કરવા સક્ષમ નથી, અવનવા તાઈફાઓ કરીને પ્રજા દ્વારા ભરવામાં આવેલ ટેક્ષના પૈસાનો ધુમાડો ભાજપ સરકાર કરી રહેલ છે. જેના વિરોધમાં આજરોજ ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત બચાવો, પરિવર્તન લાવો અને ભાજપ ભગાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.
 

Previous article શહેર ભાજપ કાર્યકરોને પૂર્વ મુખ્યમંત્રીએ સંબોધ્યા
Next article માતૃ બાળ કલ્યાણ યુનિયન દ્વારા વિવિધ પ્રશ્નોની કરાયેલી રજુઆત