રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે, થોડા દિવસો પહેલા જ અમદાવાદની યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી હતી તે યુવતી ન્યાય માટે મદદ માંગી રહી છે ત્યાજ પાટણમાં આવી જ એક હિચકારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતી પર એક વકીલ સહિત અન્ય અજાણ્યા ઈસમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. પાટણમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વકીલ પંકજ વેલાણી સહિત અજાણ્યા ઈસમો સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરી છે