ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ સશક્તિકરણ શિબીરનું આયોજન કરાયું

1605

ભારત દેશની મહામૂલી આઝાદીમાં આદિવાસી સમાજનું પણ યોગદાન મહત્વનું છે. આદિવાસી સમાજની જીવન શૈલીમાં બદલાવ લાવ્યા વગર તેમને ભારતના વિકાસમાં જોતરવા જોઇએ. તેમજ ભારતીય સમાજનું અભિન્ન અંગે બની રહે તે રીતે ગૂંથવા જોઇએ તેવું રાજયપાલ ઓ.પી.કોહલીએ આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા ગાંધીનગર ખાતે આયોજીત આદિજાતિ સશક્તિકરણ શિબીરના ઉદૂધાટન પ્રસંગે જણાવ્યું હતું.

રાજયપાલ ઓ.પી.કોહલીએ શિબીરને ખુલ્લી મુકીને વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદીની લડાઇમાં આ સમાજના યોગદાનથી આજે ઘણા લોકો માહિતગાર નથી. જેથી આદિવાસી સમાજના ગૌરવત ઇતિહાસને પાઠ્‌ય પુસ્તકોમાં ઉજાગર કરવી જોઇએ. આજે દેશમાં ૧૧ કરોડથી વધુ એટલ કે કુલ ભારતીયોના ૮ ટકાથી વધુ વસ્તી આદિવાસીઓની છે. ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ૮૯ લાખથી વધુ એટલ કે રાજયની વસ્તીના ૧૪ ટકા જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આદિવાસી સમાજના વિકાસ માટે બંધારણની અનુસૂચિ ૫ અને ૬ માં સમજ આપવામાં આવી છે. પેસા એકટ પણ અમલી બનાવવામાં આવ્યો છે. રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં ૧૪ ટકા વસ્તી ઘરાવતા આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, રોજગારી, આરોગ્ય સેવાઓ, આવાસ, રોડ-રસ્તા સિંચાઇ, વીજળી જેવા અનેક કામો કરવામાં આવ્યા છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે સમાજનો વિકાસ રાજયમાં થઇ રહ્યો છે. તે ઉપરાંત રાજય સરકાર દ્વારા બિરસા મુંડા યુનિવર્સીટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ સમાજના વીર સૂપતોનું યોગદાન ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવનાર છે.

આ પ્રસંગે વન મંત્રી ગણપતસિંહ વસાવા અને પંચાયત રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે પણ પોતાની આગવી શૈલીમાં પ્રાંસગિક પ્રવચન કરીને રાજય સરકારે આદિવાસી સમાજના ઉત્થાન માટે કરેલ કામોની વિસ્તૃત વાતો કરી હતી. અખિલ ભારતીય હિત રક્ષા પ્રમુખ ગીરીશજી કુબેર દ્વારા બંધારણની અનુસૂચિ ૫ અને ૬ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમજ આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી શ્રી એસ.એમ.કક્કડએ રાજય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપતું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. એક દિવસીય શિબીરમાં પેસા એક્ટ, વન અધિકાર અધિનિયમ જેવા વિષય પર પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Previous articleગાંધીનગર સિવિલમાં પસ્તી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું
Next articleસરકીટ હાઉસ ખાતે ગુજરાત એક્સ એમ. એલ. એ. કાઉન્સિલની કારોબારી-જનરલ સભા યોજાઇ