જાફરાબાદ શહેર તેમજ આસપાસનો ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ ગાઢ – ધુમ્મસ ભર્યા વાદળો છવાયા હતાં. અને સવારના ૮-૦૦ વાગ્યાથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. ઘણા લાંબા સમયની રાહ જોવરાવયા બાદ ધીમે ધારે વરસાદ વસરતા ખેડૂતો, વેપારીઓ, સૌ કોઈ ખુશીમાં આવી ગયા હતાં અને સવારના ૮-૦૦થી શરૂ થયેલ વરસાદ બપોરના ર-૦૦ વાગ્યા સુધીમાં ૩ એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જાફરાબાદ તાલુકો અતિ પછાત અને દરિયાકિનારેઅ ાવેલું હોવાથી અહીંયા પાણી ખારા હોવાને કારણે ખેડૂતો માત્ર એક જ પાક ચોમાસાની સીઝનનું વાવેતર કરી શકતા હોય છે. અને અહીંયા આ વિસ્તારમાં પ૦ ટકા જેટલું વાવેતર તો થઈ શક્યું હતું. તે વાવેતર તો નિષ્ફળ જવાની શક્યતા છે. હવે ફરિથી ખેડુતો સારો વરસાદ હોવાથી ફરીથી વાવેતર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જાફરાબાદ પંથકમાં આજે વાવણી લાયક સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં આશા બંધાઈ છે અને લોકોએ પણ ગરમીથી રાહત મેળવી ઠંડકનો અનુભવ કર્યો હતો.